હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
મહિનાના વિરામ બાદ હવે મેઘરાજા આવશે મૂડમાં
⛈️સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ⛈️ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદ, જ્યારે અમરેલી, ભાવનગર, દીવ,ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
⛈️4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે: અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ૬ થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં ⛈️હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે.
⛈️તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબકામાં ⛈️વરસાદ થોડો ઓછો રહી શકે છે.. તારીખ 10-15 સપ્ટેમ્બરમાં આરબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા સપ્ટેમ્બર મહિનામાં થોડા વરસાદ થવાની શક્યતા છે.
⛈️ક્યાં પડશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ⛈️આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં ⛈️વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!