સમાચારએગ્રોસ્ટાર
મળશે માત્ર ૫ મીનીટમાં !!
👉શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, એસબીઆઈ ઈ-મુદ્રા લોન તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે એસ.બી.આઈ માંથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે. સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો. એસબીઆઈ પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર માત્ર ૩ મિનિટમાં રૂપિયા ઈ-મુદ્રા લોન આપી રહી છે.
👉ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો :
પીએમ મુંદ્રાયોજના હેઠળ, ઈ-મુદ્રા એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ ત્રણ તબક્કા બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.
👉ઓનલાઇન એપ્લિકેશન :
તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસ.બી.આઈ બેંક્માં માં ૬ મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ ૫ વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે ૫૦,૦૦૦ રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.
👉જરૂરી ડોક્યુમેન્ટ્સ :-
- તમારે તમારા સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
- આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
- તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
- તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ
પણ બેંકને બતાવવા પડશે.
- જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
👉ઓનલાઇન એપ્લિકેશન માટે તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા લોન લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા ૬ મહિના માટે સક્રિય હોવું જોઈએ.
1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.
2. જેમાં એસબીઆઈ ની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
3. UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.