સમાચારએગ્રોસ્ટાર
મળશે મહીને રૂ.૩૦૦૦
📢જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. જનધન ખાતાધારકોને દર મહિને પૂરા ૩૦૦૦ રૂપિયા મળશે. કોઈપણ યોજનાનો લાભ લેવા માટે જનધન ખાતું હોવું જરૂરી છે. જે અંતર્ગત જનતાના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવામાં આવે છે.
👉યોજના પર એક નજર :
>> ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
>> આ સ્કીમના પૈસા ૬૦ વર્ષની ઉંમરે મળે છે.
>> તેમાં વાર્ષિક ૩૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
>> અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે.
>> જો તમારી માસિક આવક ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી છે, તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
👉આવા લોકોને મળશે ફાયદો :
શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને આ સાથે જ તમારે બચત ખાતાની વિગતો પણ જમા કરાવવી પડશે.
👉ઉંમર પ્રમાણે નજીવો ફાળો આપવો પડે છે :
આ સ્કીમ હેઠળ તમારે અલગ અલગ ઉંમર પ્રમાણે દર મહિને ૫૫ રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીનો ફાળો આપવો પડશે. જો તમે ૧૮ વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને ૫૫ રૂપિયા આપવા પડશે. ૩૦ વર્ષની વયના લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને તે ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટના આઇએફએસ કોડની જરૂર પડશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.