AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી માટે ધરવાડીયું અને બીજ પસંદગી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માટે ધરવાડીયું અને બીજ પસંદગી !
👉 જમીનની તૈયારી : 👉 ધરૂવાડીયા માટે પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવવી 👉 મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવું 👉 વરાપ થયા બાદ જમીનને આડી - ઊભી બે થી ત્રણ વખત ખેડ કરવી. 👉 રાબિંગ કરવું ( જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરુ અથવા નકામું ઘાસ પાથરી બે ઇંચ જેટલો થર બનાવવો આ ઘાસના થરને પવનની વિરુધ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે આને રાબીગ કહેવામાં આવે છે) 👉 રાબિંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદામણના બીજનું નિયંત્રણ કરી શકાય. 👉 સોઈલ સોલેરાઇઝેશન કરવું. બીજની પસંદગી અને વાવણી : ➡️ હંમેશા શુધ્ધ અને નવા બિયારણનો જ ઉપયોગ કરવો. ➡️ પસંદગીની જાતનું, ખાતરીવાળુ શુધ્ધ, વિકાસ પામેલ અને પુરતી સ્કૂરણ શકિતવાળું બીજ પસંદ કરવું ➡️ ફેરરોપણી માટે જરૂરિયાત કરતા 15 થી 20 ટકા વધારાના ધરૂ છોડ તૈયાર કરવા ➡️ ભલામણ મુજબ જ બીજ દર રાખવો ➡️ વધારે બીજદર રાખવાથી ધરૂનો ઉગાવો મોડો થાય છે ➡️ છોડ પાતળા, ઊંચા તથા પમરૂ થઈ જાય છે અને ધરૂનો કહોવારો આવવાની શકયતા વધી જાય છે ➡️ બીજની રોપણી કરતા પહેલા ગાદી કયારામાં હળવું પાણી આપવું 👉 બીજનો દર અને ધરૂઉછેરનો સમય : 👉 ચોમાસુ : જૂન-જુલાઈ 👉 બીજ દર : ૧૦૦ થી ૧૨૦ ગ્રામ/એકર 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
7
અન્ય લેખો