ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચી માં કથીરી નું સચોટ નિયંત્રણ
🌿મરચીની પાનકથીરી આ જીવાત કદમાં નાની, ચળકતા પીળાશ પડતાં રંગની, અર્ધપારદર્શક શરીરવાળી અને પુખ્તાવસ્થામાં ચાર જોડ પગ ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસીને નુકસાન કરે છે.કથીરીનો ઉંચા તાપમાનમાં વધારે ઉપદ્રવ જોવા મળેછે.
🌿વૃદ્ધિ પામતાં પાન ભૂખરાં રંગનાં, તરડાઈને વિકૃત થઈ કોડીયા આકારનાં દેખાય છે. વધુ ઉપદ્રવિત છોડમાં ફૂલો બેસતાં નથી તેમજ છોડનો વિકાસ રૂંધાય છે. ઉપદ્રવી છોડમાં પાનની નીચેની સપાટી પર રહી રસ ચૂસે છે.જેનાથી પાંદડા નીચેની તરફ વળી જાય છે.કરોળિયા જેવા છોડ ઉપર ઝાળા જોવા મળે છે
🌿નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ભલામણ મુજબ સપ્રમાણ ઉપયોગ કરવો. ખેતરમાં નિયમિત રીતે મોજણી કરતા રહેવું. જેના નિયત્રણ માટે એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC) ૩૦ મિલી/પંપ અથવા પ્રોપરગાઇટ ૫૭% ઇસી ૪૫ મિલિ/પંપ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!