ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચી માંથી વાયરસ થશે આઉટ!
🌶️મરચા ના પાન કોકડાય જવાથી શું નુકશાન થાય છે?
🌶️મરચી ના પણ કોકાડાય જવાથી છોડનો વાનસ્પતિક વિકાસ રૂંધાય છે. છોડના માથા બંધાય જાય છે જેના કારણે ફૂલ આવતા નથી અને આવે તો ખરી જાય છે.
મરચાના ફળ ની ગુણવત્તા જળવાતી નથી અને વજનમાં પણ ફરક પડે છે. આ બધા કારણો ના કારણે બજારભાવ મળતા નથી અને આર્થિક રીતે મોટું નુકશાન થાય છે.
🌶️આ રોગ માટે જવાબદાર થ્રીપ્સ નામની જીવાત છે. આ જીવાત કુમળા પાનમાં ધસરકા કરીને રસ ચૂસે છે પરિણામે પાનમાં વિકૃતિ જોવા મળે છે. વાયરસ ને ફેલાવવામાં પણ આ જીવાતનો ફાળો વિશેષ છે.આથી થ્રીપ્સનું નિયંત્રણ કરવું ખુબજ જરૂરી છે.
🌶️જેના નિયંત્રણ માટે કીલ એક્સ (થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડા સાયહેલોથ્રિન 9.5% ZC) 6 મિલી પ્રતિ (15 લીટર પાણી) પંપ અને સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો.થ્રીપ્સના નિરીક્ષણ માટે ભૂરા રંગની સ્ટીકી ટ્રેપ્સ ૫ નંગ / એકર લગાડવા.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!