AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી ની  ફેરરોપણી માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી ની  ફેરરોપણી માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
👉 બીજના ઉગાવા બાદ 15 થી 20 દિવસ પછી એક ગુંઠામાં 500 ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું. ધરૂવાડીયાની જમીનમાં ઝિંક અને લોહતત્વની ઊણપ જણાતી હોય છે માટે એક ગુંઠામાં 400 ગ્રામ ફેરસ સલ્ફેટ, 200 ગ્રામ ઝિંક સલ્ફેટ અને 10 ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું. 👉 મરચાં ની ફેરરોપણી પછી એટલે કે, 20 થી 25 દિવસે, 25:00:00 ( ના. ફો. પો) પ્રતિ હેક્ટરે આપવું. ત્યારબાદ, પાક માં ફૂલ આવવાની અવસ્થાએ 25:00:50 ના પ્રમાણમાં ના.ફો.પો પ્રતિ હેક્ટરે આપવું જરૂરી છે અને હા, પ્રત્યેક વીણી બાદ નાઇટ્રોજન 25 કિલો પ્રતિ હેક્ટરે આપવું. 👉 સૂક્ષ્મ પોષક તત્વો ની પૂર્તિ માટે ગ્રેડ-4 નો 15 ગ્રામ પ્રતિ પંપ નો છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7
અન્ય લેખો