AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં પાનકથીરીના નિદાનની પધ્ધતિ અને ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મરચીમાં પાનકથીરીના નિદાનની પધ્ધતિ અને ઉપાય
🌶 પાન કોકડાતા હોય ત્યારે ઘણી વાર ખેડૂતો થ્રીપ્સનું નુકસાન છે એમ સમજીને આ જીવાત માટેની છંટકાવ કરે છે અને પછી તેનું પરિણામ મળતું નથી. 🌶 જો પાન કથીરી હશે તો પાન હોડી આકારે નીચેની તરફ કોકડાશે અને તેવા પાનનો પર્ણદંડની લંબાઇ સામાન્ય કરતા વધારે પડતી જણાશે તેમ જ પાનના ખૂંણા સહેજ ઉપસેલા જોવા મળશે. 🌶 એવા ચિન્હો જણાય તો વધારે ખાત્રી કરવા માટે પાનની નીચે આપને લાલ રંગની પાન કથીરી અને પાન પર ઝીણા જાળા પણ દેખાશે. 🌶 વધુમાં પાનની ટોચે પાનના ગુચ્છા થતા જોવા મળશે. 🌶 આ ખાત્રી થઈ જાય પછી કથીરીનાશક જેવી કે પ્રોપરગાઈટ 57 ઇસી 24 મિલિ અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસસી 8 મિલિ અથવા ફેનાઝાકવીન 10 ઇસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
5
અન્ય લેખો