AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં “થ્રીપ્સ” ઉતારી દેશે ખાડામાં, ધ્યાન રાખો ખાસ મુદ્દાઓ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીમાં “થ્રીપ્સ” ઉતારી દેશે ખાડામાં, ધ્યાન રાખો ખાસ મુદ્દાઓ !
👉 ખેડૂતો થ્રીપ્સના નિયંત્રણ માટે ઉપરા-છાપરી દવાઓનો ઉપયોગ કરવા છતા પણ સો ટકા સફળતા મેળવી શકતા નથી. 👉 દવાના છંટકાવની સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી કરબડી કાઢતા રહો, દાણાદાર દવા છોડની આજુબાજુ જમીનમાં આપો, છંટકાવ સમયે પુરતા પાણીનો ઉપયોગ કરો. 👉 ધરુવાડિયું કરતી વખતે યોગ્ય દવાથી બીની માવજત કરો, તંદુરસ્ત ધરુની રોપણી કરો, ધરુને રોપતા પહેલા દવાના દ્રાવણમાં મૂળીયા બે કલાક સુધી બોળી રાખો, ધરુવાડિયું કરતા પહેલા સોઇલ સોલારાઇઝેશન કે રાબીંગ કરો. 👉 પાનકથીરીનું નુકસાન પણ થ્રીપ્સના નુકસાન જેવું મળતું આવે છે જેથી નુકસાન શાનાથી થઇ રહ્યું છે તે નક્કી કરી દવાની પસંદગી કરો. 👉 દવાના છંટકાવ પછી પણ કોકડવાટ જતો ન હોય તો તે વિષાણૂજન્ય રોગ છે અને આવા અસરગ્રસ્થ છોડવા કાઢ્યે જ છુટકો, છોડવાઓનું ખૂબ જ બારીકાઇથી અઠવાડિયે એક વાર અવલોકન કરતા રહો વગેરે વગેરે.... અને પછી જૂઓ તમારી છાંટેલ દવાઓનો ચમત્કાર !!!!!! થ્રિપ્સ ના નિયંત્રણ માટે જુઓ આ વિડીયો https://youtu.be/3KfyTSN5-bw 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
2
અન્ય લેખો