એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીમાં થ્રીપ્સનો મુકાબલો કેવી રીતે કરશો?
👉 મરચામાં આ જીવાતને કાબૂ રાખશો તો ઉત્પાદન ધાર્યુ મેળવશો. આ માટે મરચાની રોપણી કર્યા પછી ચપટી ચપટી કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા છોડની આજુબાજુ આપી હળવી કરબડી કાઢવી. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી કરબડી કાઢવામાં ઢીલાસ રાખવી નહિ.
👉 ચોમાસાની મરચીમાં જો વરસાદ ખેંચાય તો આનો ઉપદ્રવ વધતો હોય છે.
👉 ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસેડ ૪૫ એસ.સી. ૩ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.