AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં જીવાણુથી થતો ટપકાં ના રોગની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચીમાં જીવાણુથી થતો ટપકાં ના રોગની સમસ્યા !!
નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું મરચીના પાકમાં થતા જીવાણુ જન્ય પાનના ટપકાં ના રોગ ના લક્ષણો તેને આગળ વધતા અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ. 🌶️મરચીમાં જીવાણુથી થતો ટપકાંના રોગના લક્ષણો... આ રોગ જીવાણું થી થાય છે અને મરચીના પાન ઉપર શરૂઆતમાં નાના પાણી પોચા ટપકાં જોવા મળે છે. પછીથી તે કાળા રંગના ટપકાં થઇ થાય છે. જેની આજુબાજુ પીળો અભાસ થયેલો જોવા મળે છે. આવા અસંખ્ય ટપકાં ભેગા થતા છેવટે પાન સુકાઈ જાય છે.ભેજવાળા હવામાનને લીધે તીવ્રતા વધતા છોડના પાન સુકાયેલા જોવા મળે છે. જેથી છોડ નો વિકાસ થતો નથી ઘણી વખત નાની ડાળીઓ છોડના થડ અને લીલા મરચા ઉપર પણ આ રોગ જોવા મળે છે જેથી ઉપજની ગુણવત્તા જળવાતી નથી અને ઉપ્તાદન માં પણ ઘટાડો જોવા મળે છે. 🌶️આ રોગ કેવી રીતે આગળ વધે છે? રોગ પેદા કરતા જીવાણુ બીજ માં અથવા બીજ પર, છોડના અવશેષો અને ચોક્કસ નીંદણ પર ટકી શકે છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે તે તંદુરસ્ત છોડ પર વરસાદ કે ઉપરથી કરવામાં આવતી સિંચાઈ મારફતે ફેલાય છે. તે પાંદડા પર ના છિદ્રો અને જખમ દ્વારા છોડ માં પ્રવેશે છે. એકવાર જો પાક ચેપગ્રસ્ત થાય તો, રોગ ને નિયંત્રિત કરવો ખૂબ જ મુશ્કેલ છે અને સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો પાકને સંપૂર્ણ નુકસાન થઈ શકે છે. 🌶️રોગનું નિયંત્રણ :- કે-સાયકલીન (સ્ટ્રેપ્તોમાયસીન સલ્ફેટ ૯૦% + તેટ્રાસાયકલીન હાઈડ્રોક્લોરાઈડ ૧૦% ) @ ૨ ગ્રામ + કોપર ૧ (કોપરઓક્સીકલોરાઈડ ૫૦% WG) ૪૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા કોનિકા @ ૨૫ ગ્રામ / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
4
અન્ય લેખો