AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં કાલવ્રણ રોગ આવે તો કઈ રીતે કરશો નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મરચીમાં કાલવ્રણ રોગ આવે તો કઈ રીતે કરશો નિયંત્રણ !
મરચીના પાકમાં કાલવ્રણ રોગનું નિયંત્રણ કરો અને નુકસાન થવાથી બચાવો પાક જેથી કરીને જેની અસર ઉત્પાદન પર ના પડે. 🌶️ રોગ છોડના બધા જ ભાગ ઉપર જોવા મળે છે અને છોડ સુકાઇ જાય છે. 🌶️ મરચાં પર કાળા ટપકાં જોવા મળે અને છેવટે રાખોડી રંગના થઈ જાય છે. 🌶️ આ રોગ બીજજન્ય હોવાથી બીજની મેન્કોઝેબ ફૂગનાશક દવાથી માવજત કરીને ધરુ બનાવ્યું હોય તો રોગની અસર ઓછી રહે છે. ફેરરોપણી બાદ ૨ મહિના પછી હેક્ષાકોનાઝોલ ૭૫ ડબલ્યુજી દવા ૨ ગ્રામ અથવા મેટીરામ ૫૫% + પાયરેક્લોસ્ટ્રોબિન ૫% ડબલ્યુજી ૩૦ ગ્રામ અથવા એઝોક્ષીસ્ટ્રોબિન ૧૧% + ટેબુકોનાઝોલ ૧૮.૩% એસસી ફૂગનાશક ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
3
અન્ય લેખો