AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીના પાનના પર્ણદંડ લાંબા થયા છે, તો તેનું કારણ આ રહ્યું !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીના પાનના પર્ણદંડ લાંબા થયા છે, તો તેનું કારણ આ રહ્યું !
પાન કથીરીના ઉપદ્રવને લીધે મરચીના પાનના પર્ણદંડની લંબાઇ સામાન્ય કરતા વધી જતી હોય છે. આવા છોડના પાનની નીચે જોશો તો અવશ્ય આપને લાલ રંગની આંઠ પગવાળી કથીરી તેના બનાવેલ ઝીણા ઝીણા જાળામાં આમ તેમ દોડતી જોવા મળશે. આ જીવાતને લીધે પણ પાન કોકડાય છે જે થ્રીપ્સના નુકસાનને મળતા આવે છે. માટે જ મરચીમાં થ્રીપ્સ કે પાન કથીરી માંથી કંઇ જીવાત છે તે નક્કી કર્યા પછી દવાનો ઉપચાર કરવો. પાન કથીરીના ઉપદ્રવને રોકવા માટે પ્રોપરગાઈટ 57 ઇસી 20 મિલિ અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસસી 15 મિલિ અથવા ફેનપ્રોપેથ્રીન 10 ઇસી 10 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ કરો... સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
3
અન્ય લેખો