મરચીના પાકમાં ભૂકીછારાનની સમસ્યા.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીના પાકમાં ભૂકીછારાનની સમસ્યા.
🌶️મરચીના પાકમાં હાલ બદલતા વાતાવરણ ને કારણે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે.જેમનો એક છે ભુકીછારાની સમસ્યા. તો આજે આપણે તેની નુકશાની અને નિયંત્રણ વિશે જાણીશું. વધુ માહિતી માટે લેખ વાંચો. 🌶️ફુગથી થતો આ રોગ પાન અને કુમળી ડાળીઓ પર હુમલો કરે છે. ગરમ અને ભેજવાળું હવામાન વધારે અનુકુળ આવે છે. સૌ પ્રથમ પાન પર રાખોડી અથવા આછા સફેદ રંગના ધાબા જોવા મળે છે. રોગવાળા પાન પીળા પડી જઈ સુકાય જાય છે. જો વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ પણ સુકાઈ જતા હોય છે. જો ફૂલ સમયે હુમલો કરે તો ફૂલો ખરી પડે છે અને જો ફળ સમયે ઉપદ્રવ વધે તો ફળ નાના અને કથણ થાય છે. સાથે ઉપ્ત્પાદન ની ગુણવત્તા અને વજન માં પણ ઘટાડો થાય છે. 🌶️જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો શરૂઆતમાં હેકઝા (હેક્સાકોનોઝલ 5% SC) @ ૩૦ મિલી અને સારા ફુલ-ફાલ માટે ફ્લોરોફિક્સ @ ૨૫ ગ્રામ/પંપ મુજબ છંટકાવ કરવો. અને જો ઉપદ્રવ વધુ જણાય તો ટેબુલ (ટેબુકોનાઝોલ ૧૦% + સલ્ફર ૬૫% WG ) @ ૫૦ ગ્રામ/પંપ મુજબ ઉપયોગ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
9
0
અન્ય લેખો