AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 મરચીના  કથીરીનું નુકસાન અને નિયત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીના કથીરીનું નુકસાન અને નિયત્રણ
👉કથીરી, એક નુકસાનકારક જીવાત છે, જે સોય જેવા સૂક્ષ્મ મૂંખાંગોથી પાન અને ફળોમાંથી રસ ચૂંસે છે. શરુઆતમાં પાન પર આછાં પીળા ધાબાં જોવા મળે છે, જે પછી ધીમે-ધીમે બદામી લાલ રંગના થઈ જાય છે. આ અસરથી પાન કોકડાઇ જાય છે અને પાકની વૃદ્ધિ પર અસર પડે છે. કયાંક ઉપદ્રવિત પાન પર ઝીણાં જાળાં પણ જોવા મળે છે. વધુ ઉપદ્રવમાં પાન પીતળિયા રંગના થઈ જાય છે અને ફળો અનિયમિત આકારના થઈ જાય છે. 👉જ્યારે છોડમાં પાણીની ખેંચ હોય છે ત્યારે કથીરીનો ઉપદ્રવ વધુ તેજીથી ફેલાય છે. આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. 👉નિયંત્રણ માટે પગલાં: 1. એગ્રોસ્ટાર પ્રેરક (ક્લોરફેનાપાયર 10% એસ.સી.) 30 મીલી પ્રતિ પંપ છંટકાવ કરો. 2. એગ્રોસ્ટાર રક્ષક (સ્પાયરોમેસિફેન 22.9% એસ.સી.) 15 મીલી પ્રતિ પંપ છંટકાવ કરો. 👉આ ઉપાયો સમયસર અપનાવવાથી કથીરીના ઉપદ્રવને રોકી શકાય છે, પાન અને ફળની ગુણવત્તામાં સુધારો થશે અને પાકનું ઉત્પાદન પણ વધશે. યોગ્ય વ્યવસ્થાથી ઉપદ્રવથી થતા નુકસાનને ઘટાડવું શક્ય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
23
0
અન્ય લેખો