AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓ એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંની ખતરનાક જીવાત, થ્રીપ્સને કેમ અટકાવશો?
• સૌથી ખતરનાક અને આર્થિક દ્રષ્ટિએ ખેડૂતને ખાડામાં ઉતારી દે તેવી આ એક જ જીવાત છે. • થ્રીપ્સ ધરુવાડિયાથી લઇને ખેતરમાં પાકના અંત સુધી નુકસાન કરતી હોય છે. • બચ્ચાં અને પુખ્ત બંન્ને પાનની નીચે રહી ઘસરકા પાડી રસ ચૂંસતા હોય છે. • નુકસાનથી પાન કોકડતા હોય અને હોડી આકારના દેખાય છે. • આમાં એક વિષાણૂજન્ય રોગ પણ આવે છે કે જેના ચિન્હો પણ થ્રીપ્સને મળતા આવે છે. • ધરુવાડિયામાં બીજ વાવતા પહેલા ઇમિડાક્લોપ્રિડ 70 ડબલ્યુએસ દવા 7.5 ગ્રામ પ્રતિ કિ.ગ્રા.બી પ્રમાણે માવજત આપવી. • ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ 17.8 એસએલ 10 મિલિ અથવા થાયામેથોક્ઝામ 25 ડબ્લ્યુજી 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી. • રોપણી બાદ 15 દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન 3જી 1 -1.5 ગ્રામ પ્રતિ છોડ પ્રમાણે જમીનમાં આપવી. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા 10 મિલિ (1 ઈસી) થી 40 મિલિ (0.15 ઈસી) પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • એકલી થ્રીપ્સના નિયંત્રણ માટે ફીપ્રોનીલ 5 એસસી 20 મિલિ, સ્પીનેટોરામ 11.7 એસસી 10 મિલિ અથવા સ્પીનોસાડ 45 એસ.સી. 3 મિલિ થાયામેથોક્ષામ 12.6% + લેમડા સાયહેલોથ્રીન 9.5 ઝેડસી 3 મિલિ પ્રતિ 10 લિટરમાં પાણી ભેળવી 10 થી 15 દિવસનાં સમયગાળે વારાફરતી કરવા. • જો થ્રીપ્સની સાથે મોલોનો ઉપદ્રવ જોવા મળે તો ઈમીડાક્લોપ્રીડ 17.8 એસએલ 4 મિલિ અથવા ફીપ્રોનીલ 5 એસસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે દવા છાંટવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
91
36
અન્ય લેખો