AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધ માંથી મળે છે મીઠી મીઠી કમાણી ! જાણો, યુવક ની સફળતાની કહાની !
સફળતાની વાર્તાTV9 ગુજરાતી
મધ માંથી મળે છે મીઠી મીઠી કમાણી ! જાણો, યુવક ની સફળતાની કહાની !
મધ એ એક સ્વાસ્થ્ય વર્ધક અને ઔષધીય ગુણધર્મો ધરાવતું તત્વ છે. પ્રતીકે, વર્ષ 2019 ની શરૂઆતમાં તેમણે મધમાખી, મધ ઉત્પાદન અને તેના સહાયક વ્યવસાયની તકો પર સંશોધન કરવાનું શરૂ કર્યું. મધમાખી ઉછેરની પધ્ધતિઓ અને તેમના વ્યવસાયિક મોડલને સમજવા માટે આ ક્ષેત્રમાં કામ કરતા ખેડુતોની મુલાકાત પણ કરી. તેમની પાસે મધપુડાની પેટી રાખવા કોઈ જગ્યા કે ખેતર ન હતા, તેથી તેમણે ખેડૂતોને મધપુડાની પેટી આપી તેમાંથી થતી આવકમાંથી કમિશન આપવાનું મોડલ અપનાવ્યું. સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રથમ ક્વાર્ટરમાં પ્રતિકે એક ટન મધ મેળવ્યું. COVID-19 રોગચાળો ફાટી નિકળતા, રિટેલ સ્ટોર્સ મારફતે ગ્રાહકો સુધી પહોંચવાના પરંપરાગત માર્ગને અનુસરી શક્યા નહીં. એક વિકલ્પ તરીકે, તેણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મધનું પ્રમોશન અને માર્કેટિંગ શરૂ કર્યું. વિવિધ ફ્લેવરવાળું મધ હાલ આદુ, લીંબુ, તુલસી, અજમો, ડ્રમસ્ટિક, નીલગિરી, મલ્ટિફ્લોરા, લીચી, કેસર અને વરિયાળી સહિત 11 ફેલવરમાં મધનું વેચાણ કરે છે. મધની કિંમત 600 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. ખેડૂતો પાક પર જંતુનાશક દવા છાંટતા હોય છે, જેને લીધે મધમાખીઓ મોટી સંખ્યામાં મરે છે. તેમને આ ઝેરી રસાયણોના ઉપયોગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે પરાગાધાનથી જ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
7