AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધ્ય પ્રદેશ અને ઝારખંડ વચ્ચે સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
મધ્ય પ્રદેશ અને ઝારખંડ વચ્ચે સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે
મધ્ય પ્રદેશ અને ઝારખંડ વચ્ચે સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જારી કરવામાં આવી છે. સોમવારે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, 5 ઓગસ્ટે નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી તેમજ વડોદરા, આણંદ, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ અને તાપી, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહિસાગર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. 6 ઓગસ્ટે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડશે. સંદર્ભ : સંદેશ 5 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
22
0