AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધમાખી પાલનનું મહત્વ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મધમાખી પાલનનું મહત્વ
• મધમાખીનો ઉછેરનો વ્યવસાય ભારતમાં ઝડપથી વિકાસ પામી રહ્યો છે. કૃષિ સાથે ખેડૂતો આ વ્યવસાયને અપનાવી પુરક વધારાની આવક મેળવી શકે છે, જે ખેડૂતોની આવકનો લક્ષ્યાંક ડબલ કરવામાં ખૂબ જ મદદ મળી શકે છે. • વિવિધ પાંચ જાતની પ્રચલિત મદમાખીમાં ‘એપીસ મેલીફેરા’ (ઇટાલિયન મધમાખી) અને ભારતીય મધમાખી (એપીસ સેરેના ઇન્ડિકા) મધમાખી પાલનમાં ભારતની પરિસ્થિતિ જોતા ખૂબ જ અનૂકુળ આવે છે, આ જાતનો અત્યારે મહતમ ઉપયોગ થઇ રહ્યો છે. આ જાતની મધમાખીનો લાકડાની પેટી બનાવી તેનો ઉછેર કરવો અનુકૂળ બને છે. આ મધમાખીનો ઉપયોગ વ્યાપારી ધોરણે આખી દુનિયામાં થાય છે. • વર્ષમાં એક પૂડામાંથી સરેરાશ ૩૦ કિ.ગ્રા. અને વધારેમાં વધારે ૭૦ કિ.ગ્રા. જેટલું મધ મળે છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે. • મધમાખીની પેટીઓ ખેતરના શેઢા ઉપર મૂકી આ મધમાખી પાલન કરવું ઘણૂ સહેલુ બને છે. • મધમાખી પાલનથી મધ ઉપરાંત મીણ, પ્રોપોલિસ, મધમાખીનું ઝેર અને રોયલ જેલીનું ઉત્પાદન મેળવી શકાય છે. મધનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર તરીકે બહોળો ઉપયોગ થાય છે. • મધમાખી પાલનમાં મધપેટી ઉપરાંત હાથ મોજા, મીણના મધપુડા આધાર, મધ કાઢવાનું યંત્ર, ચહેરા રક્ષણ માટીની જાળી, ધૂમાડિયું, રાણીને અલગ રાખવા માટેની જાળી, છરી વિગેરે સાધનોની જરુરિયાત રહેતી હોય છે. • ખેડૂતો મધમાખી પાલન દ્વારા મધ અને તેમાંથી મળતી વિવિધ પેદાસો મેળવે છે અને સાથે સાથે મધમાખી દ્વારા થતું પરાગનયન પાક ઉત્પાદન વધારવા માટે એક અગત્યનું પરિબળ પુરુ પાડે છે. • મધમાખી મોટાભાગના પાકોમાં પરાગનયનની ક્રિયા કરતી હોય છે, જેને લીધે બીજ ઉત્પાદન વધે છે. તેમ બીજ પણ મોટા અને વજનદાર બને છે. • બીજની સ્ફુરણશક્તિ, ફળોમાં સુગંધ અને પોષકતત્વો, વિવિધ પાકોમાં વૃધ્ધિ, લીલા ઘાસચારાનું ઉત્પાદન, ફૂલોમાં મધનું પ્રમાણ, રોગ-જીવાત સામે પાકમાં પ્રતિકારકશકિત અને તેલીબીયા પાકોમાં તેલનું પ્રમાણ મધમાખીને લીધે વધે છે. • વિવિધ ખેતી પાકોમાં ૮૦ ટકા પાકો પરપરાગનયન ઉપર આધાર રાખે છે તેમાં બીજા કિટકોની સાથે સાથે મધમાખીનો ફાળો ઘણો મોટો (૭૫ થી ૮૦ ટકા) અને અગત્યનો છે. • એક અભ્યાસ મુજબ ચેરી, બદામ, દ્રાક્ષ, લીચી, મૂળા, કાકડી, ડૂંગળી, રાયડો, કપાસ વિગેરે પાકોમાં મધમાખી દ્વારા થતા પરાગનયન દ્વારા પ્૦ ટકાથી વધારે ઉત્પાદન વધતું હોય છે. • આમ, ખેડૂતો મધમાખી પાલનનો વ્યવસાય આનાવી પૂરક આવક મેળવી સાથે સાથે પાક ઉત્પાદન પણ વધારી શકે છે. • મધમાખી પાલન સક્ષમ અને અર્થક્ષમ રહે તે માટે વર્ષ દરમ્યાન મધામાખીને પરાગરજ અને મધુરસ પુરતુ મળી રહે તે પ્રમાણે ખેતી પાકોનું આયોજન કરવુ પડે. • મધમાખી પાલન દરમ્યાન મધમાખીના કુદરતી દુશ્મનો જેવા કે કીડી, મંકોડા, કાચિંડા, ગરોળી, ભૂતિયું ફૂદું, પાન કથીરી, નોશીમા, અમીબા અને વિવિધ રોગો (વિવિધ ફાઉલ બ્રુડ) સામે રક્ષણ આપવા માટે વિવિધ પગલાં ભરવા આવ્યશક બને છે. • એક અંદાજ મુજબ જો મધમાખીનો નાશ થાય તો ફક્ત ચાર જ વર્ષમાં માનવજીવન ઉપર ગંભિર અસર પડે. • મધમાખી પાલન માટે સરકારશ્રી તેમજ હની બી બોર્ડ દ્વારા જરુરી ટ્રેનિંગ, માહિતી અને વિવિધ સહાય ખેડૂતોને આ વ્યવસાય માટે આપવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતો ગ્રામ સેવક કે ખેતીવાડી ખાતુ કે બાગાયત વિભાગનો સંપર્ક કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
299
1
અન્ય લેખો