કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મધમાખી પાલનની વૈજ્ઞાનિક રીત
🐝જે તમારા પાસે જમીનનો એકમ મર્યાદિત છે. અને તમે આ મર્યાદીત જમીનમાંથી આવક કેવી રીતે કમાવામાં આવે તે વિચારી રહ્યા છો. તો અમે તમારા માટે એક એવુ વ્યવસાય લઈને આવ્યા છીએ, જેથી તમે નાનો રોકાણથી વધારે વળતક કમાવી શકો છો. અમે જે વ્યવસાયની વાત કરી રહ્યા છે, તે છે મધમાખી પાલન, જેના વિષય આજે અમે તમને બતાવીશુ કે, વૈજ્ઞાનિક રીતથી મધમાખીની ઉછેર કેવી રીતે કરી શકાય છે?
🐝મધમાખી કુદરત દ્વારા મળેલું અદ્ભુત કીટક છે. માનવ અને મધમાખીનો સંબંધ અત્યંત પ્રાચીન કાલથી બંધાયેલો છે. મધ માખી ઓ મોટાભાગના ફળ, શાકભાજી અને અન્ય પાકોમાં પરાગનયન કરતી હોય છે. જે ગ્રામીણ વિસ્તાર વાળા લોકોને ખેતી સિવાયની આવક/ રોજગારીમાં વધારો કરશે.
ઓછું રોકાણમાં મોટી આવક
🐝મધમાખી પાલન ખુબ ઓછા રોકાણથી કરી શકાય છે. આના માટે કોઈપણ ખાસ પ્રકાર ની જમીનની જરૂર પડતી નથી એટલે ખારાસવાળા ગામોના ખેડૂતો માટે પણ તે ખુબ લાભદાયી છે. મધમાખી પાલન માટે યોગ્ય તાલીમ અને અનુભવ લેવો જરૂરી છે. મધમાખી પાલનમાં મધ ઉત્પાદનની સાથે મીણ, પરાગ, પ્રોપોલીસ, બી વેનમ, રોયલ જેલી જેવી પેદાશો પણ મળે છે. ભારતમાં મુખ્યત્વે મધમાખીની ચાર પ્રજાતિ ઓ જોવા મળે છે.
🐝ભમરિય મધમાખી
🐝ભારતીય મધમાખી
🐝નાની મધમાખી
🐝ઈટાલિયન મધમાખી
મધનો ઉપયોગ
🐝મધ એ કુદરતી મીઠો પદાર્થ છે જે મધમાખી ફૂલોનો રસ અથવા વનસ્પતિ અન્ય ભાગથી ઝરતા રસને ભેગો કરી મધમાં રૂપાંતર કરી અને મીણાના કોષમાં મુકે મછે. મધનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. તેને કફ, શરદી, જિભના ચાંદા, જઠર અને આંતરડાના ચાંદા પર અસરકારક માનવમાં આવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં લોહી અને કેલ્શિયમ પણ હોય છે. તેમજ એન્ટિબાયોટિક, એન્ટિમાઈકોબીયલ તેમજ એન્ટિફનગલ ગુણધર્મો ધરાવે છે. સાથે જ તેનો ઉપયોગ ખોરાકમાં પણ થાય છે
મધમાખી પાલનથી કઈ રીતે મેળવી શકાય આવક
🐝મધ અને મીણનું ઉત્પાદનનું વેચાણ કરીને.
🐝મધમાખી ઉછેરના સાધનો બનાવી વેચાણ કરીને.
🐝મધને મધપાલકો પાસે ભેગું કરીને પ્રોસેસિંગ કરી, પેકિંગ કરી તેની માર્કેટિંગ કરવાથી
🐝પરાગનયન માટે પેટી ભાડે આપીને તથા લોકોને માર્ગદર્શન આપીને.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!