બિઝનેસ ફંડાન્યૂઝ18 ગુજરાતી
મધનો મીઠો મીઠો બિઝનેસ ! કમાણી સારી સાથે સરકાર કરશે મદદ !
👉 કેન્દ્ર સરકાર સતત ગ્રામીણ ઉદ્યોગોનું ટર્નઓવર વધારવા પર ભાર મૂકી રહી છે. રેસ્ટોરન્ટ, એરલાઇન્સ અને હોટલ્સમાં પીરસવામાં આવતી ચામાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ વધારવા પર વિચાર કરી રહ્યા છીએ. જો સરકાર તેના આ પ્લાનને અમલમાં મૂકશે તો મધની માંગ જરૂર વધશે અને જે આ બિઝનેસ કરતા હશે તે સારી કમાણી કરી શકશે.
👉 ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે છેલ્લા બે વર્ષથી પણ ઓછા સમયમાં દેશમાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોને મધમાખી પાળવા માટે એક લાખથી વધુ બોક્સ આપ્યા છે. આયોગે આ હની મિશન અંતર્ગત કર્યુ છે.
મીણ અને પોલથી પણ થશે કમાણી :
👉 ખેડૂત વધુ પૈસા કમાવવા ઇચ્છે છે તો આ બિઝનેસ શરૂ કરીને વધુ કમાણી કરી શકે છે. હવે તેવી ટેક્નિક આવી છે કે તેના દ્વારા મધ કાઢતી સમયે મધમાખીઓ મરતી નથી. મીણ અને પોલન પણ બને છે. તેનાથી ન માત્ર ખેડૂત પરંતુ બેરોજગાર યુવાનો પણ તેને રોજગારી તરીકે અપનાવી રહ્યા છે.
સહાય :
👉 જો તમે આ યોજના અંતર્ગત હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા માંગો છો તો કમીશન દ્વારા તમને 65 ટકા લોન આપવામાં આવે છે અને ખાદી ગ્રામોદ્યોગ તમને 25 ટકા સબસીડી પણ આપશે. એટલે તમારે માત્ર 10 ટકા પૈસા લગાવવાના રહેશે.
આમ તમે મધ યુનિટ નું સ્થાપના કરી સારી આવક મેળવી શકો છો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Trick Gujarati.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.