કૃષિ વાર્તાએગ્રોવન
મધની નિકાસમાં થયો મોટો વધારો
ભારતમાં ઉત્પાદિત કુદરતી મધની સ્થાનિક અને વિદેશી બજારોમાં ભારે માંગ છે. 2018-2019માં મધનું ઉત્પાદન 1 લાખ 20 ટન થયું અને નિકાસ 61 હજાર 333 ટન થઇ. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉત્પાદનમાં 57.58 ટકાનો અને નિકાસમાં 116.13 ટકાનો વધારો થયો છે.
ચાલુ વર્ષ દરમિયાન, ભારતે 61 હજાર 333 ટન નિકાસ કરી છે, જેમાંથી 732 કરોડ 16 લાખનું વિદેશી ચલણ ભારતને મળ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં આ વ્યવસાય માં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મધનો ઉપયોગ દવા બનાવવા માટે, ખાવા માટે અને ભોજન તૈયાર કરવા માટે કરવામાં આવે છે, તેથી દેશની બહારથી પણ મધની ભારે માંગ છે. સંદર્ભ - એગ્રોવન, 20 માર્ચ, 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
40
0
અન્ય લેખો