AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મધની ક્યુબ લોન્ચ કરશે ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
મધની ક્યુબ લોન્ચ કરશે ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ
નવી દિલ્હી: ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ મધની ક્યુબ લોન્ચ કરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ માહિતી આપી. દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી અને બેરોજગારી છે તે સ્વીકારતાં તેમણે કહ્યું કે સરકાર ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરી રહી છે.
ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી કેટલાક મહિનાઓમાં ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ મધની ક્યુબ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેનો ખાંડની જગ્યાએ ઉપયોગ કરી શકશો. કેન્દ્રીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સરકાર ઉચ્ચ ગુણવત્તાના મધમાંથી ખાંડ જેવું ક્યુબ બનાવવાનું કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગ આગામી કેટલાક મહિનામાં મધની ક્યુબનું વેચાણ શરૂ કરશે. ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી છ મહિનાની અંદર લોકો ખાંડ ક્યુબને બદલે મધ ક્યુબ ઉમેરીને ચા પી શકશો. તેમણે માહિતી આપી કે એમએસએમઇ મંત્રાલય 'ભારત ક્રાફ્ટ' નામનું નવું ઇ-કોમર્સ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. એમએસએમઇના તમામ ઉત્પાદનો આ પોર્ટલ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. આ પોર્ટલ દ્વારા કાશ્મીરના શાલ ન્યુ યોર્કમાં બેઠા બેઠા ખરીદી શકાય છે. સંદર્ભ:- ઇકોનોમિક્સ ટાઇમ્સ, 28 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
146
1