ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળી માં ખાતર વ્યવસ્થાપન
મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન
👉મગફળીએ તેલીબિયાં પાકનો રાજા ગણાય છે. પાકમાં શરૂઆતથીજ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાકનો શરુઆતનો વૃદ્ધિ વિકાસ સારો થાય તથા પોષકતત્વો ની ઉણપ દુર કરે છે. સૌ પ્રથમ મગફળીના પાકમાં ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવીને ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવત છે.
👉ચોમાસું મગફળી માટે એકર દીઠ 4 થી 5 ટન છાણીયું ખાતર આપવું અથવા સંચાર ખાતર ૧૦ કિલો આપવું તથા એકર દીઠ 63 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ + 25 કિલો એમોનિયમ સલ્ફેટ + 8 કિલો ભૂમિકા ખાતર આપવું. તથા મગફળી કઠોર વર્ગનો પાક હોવાથી હવામાંનો નાઈટ્રોજન તેની મૂળ ગંડીકામાં લઇલે છે. જેથી મગફળીના પાક ને પૂર્તિ ખાતર આપવાની જરૂર રહેતી નથી .
👉ક્ષારીય જમીનમાં સેલીનીટી /સોડીસીટીના પ્રશ્ન હોય ત્યારે જીપ્સમ અથવા સલ્ફર મેક્ષનો ઉપયોગ કરવો .
મગફળીના પાકમાં પીળી પાડવાનો પ્રશ્ન વધારે આવે છે જો મગફળી પીળી પડે તો ચીલેટેડ આયર્ન Fe12% EDTA 15 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો જરૂર પડે તો 8 થી 10 દિવસે ફરી છંટકાવ કરવો.
👉કેલ્સિયમની અછત વાળી જમીનમાં ફૂલ અવસ્થાએ કેલ્સિયમ નાઈટ્રેટ 10 કિલો + બોરોન 1કિલો જમીનમાં એકર દીઠ આપવું
👉ડીએપી અને યુરિયા ખાતરને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી ગંધકની અછત વાળી જમીનમાં અલગ થી ગંધક આપવાની જરૂર પડતી નથી.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.