સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી ની કાપણી, ગ્રેડિંગ અને સંગ્રહ !
જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીને ઉભડી જાતો હાથથી ઉપાડવી જ્યારે વેલડી , અર્ધવેલડીને કરબ મારી છોડ ભેગા કરી લઈ નાના નાના ( પાથરા ) ઢગલામાં એક અઠવાડિયું સુકવવા . આ દરમ્યાન પાથરા એક વખત ફેરવી નાખવા . ડોડવામાં ૮ ટકાથી વધુ ભેજ ન રહે ત્યારે થ્રેસરમાં નાખી છૂટા પાડી ગ્રેડીંગ કરી , પ્રાથમિક સફાઈ જેવી કે , કચરો , માટી , ડાખળા વગેરેથી સાફ કરી લઈ છેલ્લે પવનથી ધાર આપી ચોખ્ખા કરી લેવા . કંતાનના કોથળામાં યોગ્ય માપની ભરતી કરી , સૂકા - સ્વચ્છ સ્ટોરમાં સંગ્રહ કરવો કાપણી મોડી કરીયે તો જમીન સૂકાઈ જતા ડોડવા વધુ તૂટશે અને ઉતારો ઓછો મળશે અને દાણા - ડોડવાની ગુણવત્તા ખરાબ થશે ,
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
39
4
અન્ય લેખો