AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળી ની કરો શ્રેષ્ઠ ખેતી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળી ની કરો શ્રેષ્ઠ ખેતી
🥜મગફળી ની બીજ માવજત 🥜બીજ માવજત કોઈપણ પાક સંરક્ષણ માટે સચોટ અને સસ્તો ઉપાય છે. જમીન તથા બીજજન્ય રોગો કે બીજનો સડો , ઉગસુકનો રોગ તથા થડના કહોવારા તેમજ સફેદ મુંડા (ધૈણ) અને ઉધઈ પ્રમાણ વધતું જાયછે જેના પરિણામે છોડની સંખ્યા ઘટવાથી ઉત્પાદન ઓછું મળે છે. જેથી બીજ માવજત ખુબજ અગત્ય ની છે. 🥜 આ માટે ઇમિડા-એક્સ (ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% FS) 2 મિલી દવાનો એક કિલો બીજ દીઠ પટ આપીને 3- 4 કલાક છાંયડામાં સુકવી ત્યાર બાદ વાવણી કરવી. તદ ઉપરાંત જો સફેદ મુંડા (ધૈણ) અને ઉધઈ પ્રમાણ વધતું હોય આ માટે ક્રુઝર પ્લસ ( થાયોમીથોક્ઝામ 30%FS) 4મિલી દવાનો એક કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી જોઈએ. 👉સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4
અન્ય લેખો