AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં સફેદ ઘૈણના અટકાવ માટે પગલાં
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં સફેદ ઘૈણના અટકાવ માટે પગલાં
આ સફેદ રંગની ઈયળ મૂળને નુકસાન કરે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે.
સંકલિત વ્યવસ્થાપન: o ખેતરની આજુબાજુ આવેલ ઝાડોની દરવર્ષે છટણી (પ્રુનિંગ) કરવી. o પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંઘ્‍યા સમયે ખેતર નજીક આવેલ બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી, ઢાલિયા નીચે પાડી વીણી લઈ નાશ કરવા. o ખેતરની ચારે બાજુ આવેલા ઝાડો ઉ૫ર ક્વિનાલફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. o ઉનાળામાં ઉંડી ખેડ કરેલ હોય તો ૫ણ ઉપદ્રવ ઓછો રહે છે. o ઉ૫દ્રવિત વિસ્‍તારમાં પ્રકાશ પિંજર ગોઠવવા અને આકર્ષાયેલ ઢાલિયાનો નાશ કરવો. o મગફળીને વાવતા પહેલા કલોરપાયરીફોસ ર૦ ઈસી ર૫ મિ.લિ. અથવા થાયામેથોક્ષામ ૩૦ એફએસ ૧૦ મિલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત આપી ત્રણ કલાક છાંયડામાં સૂકવી વાવેતર કરવું. o બુવેરિયા બેસીઆના અથવા મેટારીસીયમ એનીસોપ્લીનો ફૂગ આધારિત પાવડર (૫ કિ.ગ્રા./હે) દિવેલીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા./ હે) જમીનમાં વાવતા પહેલા આપવું અને ૩૦ દિવસ પછી ચાસમાં આ પાવડરનું દ્રાવણ (૪૦ ગ્રા/૧૦ લી પાણી) દરેડવું. o ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી અથવા ફોરેટ ૧૦જી (૧૦ કિ.ગ્રા/હે) ચાસમાં આપવી. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
673
0
અન્ય લેખો