AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં સફેદ ઘૈણના અટકાવવા માટેના જરૂરી પગલાં !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં સફેદ ઘૈણના અટકાવવા માટેના જરૂરી પગલાં !
• સફેદ ઘૈણનો ઉપદ્રવ ગોરાડુ કે રેતાળ જમીનમાં વધારે જોવા મળે છે. • આ સફેદ રંગની ઈયળ મૂળને નુકસાન કરે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. • આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે. • એક અંદાજ મુજબ આ જીવાતથી ૭૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન જોવા મળે છે. • આ ઇયળ પાછળથી વિકાસ પામતા મગફળીના ડોડવાને પણ નુકસાન કરે છે. આ સમયે છોડ સુકાય જતાં નથી પણ પીળા પડી આગળ વિકાસ અટકી પડે છે. • ખેતરની આજુબાજુ આવેલ ઝાડોની દર વર્ષે છટણી (પ્રુનિંગ) કરવું. • ખેતરની ચારે બાજુ આવેલા ઝાડો ઉ૫ર ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંઘ્‍યા સમયે ખેતર નજીક આવેલ બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી, ઢલિયાં નીચે પાડી વીણી લઈ નાશ કરવા. • ખેતરની આજુબાજુ આવેલ ઝાડ ઉપર એગ્રીગેસન ફેરોમોન (એનિસોલ), મિથોક્ષી બેન્ઝીનના ૪-૫ ટીંપા વાદળીના ટૂકડાં ઉપર નાંખી લટકાવવા કે જેથી ઢાલિયા આકર્ષાઇને આવશે. • ઉ૫દ્રવિત વિસ્‍તારમાં પ્રકાશ પિંજર ગોઠવવા અને આકર્ષાયેલ ઢાલિયાનો નાશ કરવો. • ખેતરમાં રાત્રી દરમ્યાન પાંચ નાના ઉભા તાપણાં કરવાથી પુખ્ત ઢાલિયા આકર્ષાઇને તાપણાંમાં પડી બળી જશે. • મગફળીને વાવતા પહેલા કલોરપાયરીફોસ ર૦ ઈસી ર૦ મિલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજની માવજત આપેલ હોય તો આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. • બ્યુવેરીયા બેઝીઆના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ફૂગ આધારિત પાવડર (૫ કિ.ગ્રા./હે) દિવેલીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા./ હે) જમીનમાં વાવતા પહેલા આપવું. જો આ માવજત કરેલ ન હોય તો વાવણી પછી ૩૦ દિવસે ચાસમાં આ પાવડરનું દ્રાવણ (૪૦ ગ્રા/૧૦ લી પાણી) દરેડવું. • ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી. • ક્લોરપાયરીફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળવી આ મિશ્રણને ૧૦૦ કિ.ગ્રા. રેતીમાં ભેળવી રેતીને સુકવવી અને ત્યાર બાદ આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડની આજુબાજુ પુખવી. જો વરસાદ ન હોય તો એક હળવું પિયત આપી દેવું. • ફોરેટ ૧૦ જી (૧૦ કિ.ગ્રા/હે) અથવા કાર્બોફ્યુરાન ૩જી (૩૩ કિ.ગ્રા/ હે) દાણાદાર દવા ચાસમાં આપવાથી પણ આ જીવાતનો અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
82
15
અન્ય લેખો