AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
પાન ખાનાર ઇયળને ખેડૂતો લશ્કરી ઇયળ તરીકે ઓળખે છે. આ ઉપરાંત મગફળીને લીલી ઇયળ પણ નુકસાન કરતી જોવા મળે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય રહે તો ઉપદ્રવ વધુ જોવા મળે છે. નાની ઇયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે. મોટી ઇયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઇ છોડને ઝાંખરા જેવો કરી નાંખે છે. ઈયળો દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રી દરમ્યાન વધુ નુકસાન કરતી હોય છે. કેટલીકવાર સૂયા અને ડોડવાને પણ નુકસાન કરે છે. લીલી ઇયળનો ઉપદ્રવ ઓગષ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન વધારે હોય છે. સંકલિત વ્યવસ્થાપન: • સામુહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ગોઠવવી. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિ.લી. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • જીવાતનું ન્યુકલિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ (પાન ખાનાર ઇયળ) થી ૪૫૦ એલઇ (લીલી ઇયળ) પ્રતિ હેક્ટરે છાંટવું. • ઉપદ્રવ વધુ જણાયા ત્યારે પાન ખાનાર ઇયળ માટે મીથોમાઈલ ૫૦ વેપા ૧ર.૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • રાસાયણિક દવાઓના છંટકાવ વખતે ગોળ ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
261
2
અન્ય લેખો