AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં પાનને નુકસાન કરતી ઇયળો નું નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાનને નુકસાન કરતી ઇયળો નું નિયંત્રણ !
• આ પાકને પાન ખાનાર ઇયળ ઉપરાંત લીલી ઇયળ અને પાન કોરિયું પણ નુકસાન કરતા હોય છે. • આ ઇયળનો ઉપદ્રવ પાકની શરુઆતની અવસ્થાએ વધારે જોવા મળતો હોય છે. • વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહે ત્‍યારે આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. • શરૂઆતની અવસ્‍થાની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે. જયારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે. • બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુ-બાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે. • મગફળીમાં સૂયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે સૂયાને અને ડોડવામાં રહેલા દાણાને ૫ણ નુકસાન કરે છે. • સામુહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુકલિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • પોન્ગામિયા (કંરજ) તેલ ૩૦ મિલિ અથવા પોનીમ ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણીના બે છંટકાવ, પ્રથમ જીવાત શરુ થાય ત્યારે અને ત્યાર પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો. પોનીમ બનાવવા માટે લીમડાનું તેલ ૪૫૦ મિલિ + કરંજ તેલ ૪૫૦ મિલિ + ૧૦૦ મિલિ સાબુનું દ્રાવણ (વેટીંગ એજન્ટ) ભેળવવું. (જૂનાગઢ કૃષિ યુનિ.ની ભલામણ). • વધુ ઉપદ્રવ હોય તો થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી દવા ૪ મિલિ અથવા મીથોમાઈલ ૪૦ એસપી દવા ૧ર ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • જો પાન કોરિયાનો ઉપદ્રવ જણાય તો ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • લીલી ઇયળનો ઉપદ્રવ હોય તો પાન ખાનાર ઇયળના અટકાવ માટે છંટાતી દવાથી નિયંત્રણ થઇ જતુ હોય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
55
19
અન્ય લેખો