કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મગફળીમાં થ્રીપ્સની નુકશાની અને તેનો સચોટ ઉપાય.
👉આ જીવાતના બચ્ચા અને પુખ્ત કીટક કુમળા પાન પર ધસરકા પાડી તેમાથી નીકળતો રસ ચૂસે છે, જેના કારણે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. જો યોગ્ય નિયંત્રણ ન કરવામાં આવે તો પાકનું મોટું નુકસાન થઈ શકે છે.
👉આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે હેલીઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% EC) 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. સાથે જ, છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ સાથે ઉપયોગ કરવો. આ ઉપાય દ્વારા જીવાતથી બચાવ થવા ઉપરાંત પાકની વૃદ્ધિ પણ સુધરે છે અને ઉત્પાદન વધે છે.
👉નિયમિત અને યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવાથી પાક રોગમુક્ત રહી શકે છે અને ઊંચા ઉત્પાદન સાથે વધુ નફો મેળવી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!