AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં આવતા મુંડાનું આગોત્તરુ અનુમાન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં આવતા મુંડાનું આગોત્તરુ અનુમાન !
👉 ગોરાડુ, મધ્યમ ગોરાડુ કે રેતાળ જમીનની પાણીની નિતાર શક્તિ વધારે હોવાથી તે જમીનમાં સફેદ ઘૈણ એટલે કે મુન્ડાનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. 👉 આવી જમીનમાં આ જીવાતના ગયા સીઝનના પુખ્ત ઢાલિયા જમીનમાં સુષુપ્ત અવસ્થામાં સહેલાઇથી રહી શકતા હોય છે, જે ચોમાસાના પ્રથમ વરસાદ પછી સરળતાથી બહાર આવી પોતાનું પ્રકોપ બતાવે છે. 👉 જેથી ખેતરની આજુબાજુ શેડાપાળા પર ઉગેલા કોંગ્રેસ ઘાસ. જંગલી ભીંડા વગેરેને દુર કરી શેઢા પાળા ચોખ્ખા રાખવા. 👉 ખેતર ફરતે ઉભેલા મોટા ઝાડ જેવાકે લીમડા, બાવળ પર ક્લોરોપાયરીફોર્સ 20% EC દવાનો 20 મીલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉 શક્ય હોય ત્યાં સુધી મગફળીની જગ્યાએ બીજા પાકનું આયોજન કરવું અને જુવાર, બાજરી, મકાઇ કે શેરડી જેવા પાક પણ ટાળવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
7
અન્ય લેખો