AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીની કરો ઉન્નત ખેતી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીની કરો ઉન્નત ખેતી
🥜મગફળીમાં વાવણી સમય અને બીજ માવજત 🥜ચોમાસુ મગફળીનું વાવેતર વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવું. જો પિયત ની સગવડ હોય તો જુન ના પ્રથમ અઠવાડિયામાં આગોતરૂ વાવેતર કરવું હિતાવત છે. 🥜જમીન તથા બીજજન્ય રોગો કે બીજનો સડો , ઉગસુકનો રોગ તથા થડના કહોવારા તેમજ સફેદ મુંડા (ધૈણ) અને ઉધઈ પ્રમાણ વધતું જાય છે જેના પરિણામે છોડની સંખ્યા ઘટવાથી ઉત્પાદન ઓછું મળે છે. જેથી બીજ માવજત ખુબજ અગત્ય ની છે. આ માટે ઇમિડા-એક્સ (ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્સાકોનાઝોલ 1.5% FS) 2 મિલી દવાનો એક કિલો બીજ દીઠ પટ આપીને 3- 4 કલાક છાંયડામાં સુકવી ત્યાર બાદ વાવણી કરવી. તદ ઉપરાંત જો સફેદ મુંડા (ધૈણ) અને ઉધઈ પ્રમાણ વધતું હોય આ માટે ક્રુઝર પ્લસ ( થાયોમીથોક્ઝામ 30% FS) 4મિલી દવાનો એક કિલો બીજ દીઠ પદ આપીને વાવણી કરવી. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ આ માહિતી તમને કેવી લાગી ?અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને લાઇક👍 અને શેર કરો ધન્યવાદ !
15
1
અન્ય લેખો