AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના મુંડા માટે વાવતા પહેલા કરો આ માવજત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના મુંડા માટે વાવતા પહેલા કરો આ માવજત !
👉 જૂનાગઢ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુસાર વાવતા પહેલા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૨૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૧ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજની માવજત આપીને વાવેતર કરવું. 👉 ઉપરાંત, ૫ કિ.ગ્રા. મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બેઝીઆના (ફૂગ આધારિત દવા) ૩૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળ સાથે ભેળવી એક હેક્ટર જમીનમાં આપવી. 👉 વાવતા પહેલા અથવા જે ખેડૂતો બીની માવજત ન કરવાના હોય તો જમીનમાં કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા ૨૫-૩૦ કિ.ગ્રા. એક એકરમાં આપી વાવણી કરવી. 👉 મગફળી વાવેતર માટે ઉત્તમ સમય અને બીજ માવજત ! આર્ટિકલ વાંચવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210517_GJ_GROUNDNUT&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
7
અન્ય લેખો