ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાન ખાનાર ઈયળ નું નિયંત્રણ!
🐛આ જીવાતનું પુખ્ત, કીટક આછા ભૂખરા રંગનું હોય છે. ઈંડાંમાંથી નીકળતી શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ ૫ડતા ભૂખરા રંગની હોય છે.
🐛જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે.
🐛શરીરનાં ઉ૫રની બાજુએ માથાં આગળ તેમજ પાછળનાં ભાગમાં ત્રિકોણાકાર કાળા ટ૫કાંથી આ જીવાતની ઈયળો તૂરત જ ઓળખી શકાય છે.
🐛આ જીવાતની શરૂઆતની અવસ્થા ની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે.
🐛જયારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે.
🐛ઉપદ્રવ વધુ હોય તો છોડની ફકત નસો જ જોવા મળે છે.
🐛મગફળીમાં સૂયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો
સૂયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને ૫ણ નુકસાન કરે છે.
🐛આ ઈયળ ના નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી ઘટક ધરાવતી એગ્રોસ્ટાર કિલ-એક્ષ ૬ મિલી પ્રતિ તથા સ્ટીકર 5 મિલી પ્રતિ પંપ પ્રમાણે બંને દવાનું મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!