ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાકમાં ખાતર નું યોગ્ય વ્યવસ્થાપન!
👉મગફળીએ તેલીબિયાં પાકનો રાજા ગણાય છે. પાકમાં શરૂઆતથીજ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાકનો શરુઆતનો વૃદ્ધિ વિકાસ સારો થાય તથા પોષકતત્વો ની ઉણપ દુર કરે છે. સૌ પ્રથમ મગફળીના પાકમાં ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવીને ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવત છે.
👉મગફળીનો પાક કઠોળ વર્ગનો હોવાથી તેના મૂળ ઉપર રહેલી મૂળ ગંડીકાઓ હવામાં રહેલા નાઈટ્રોજનનો ઉપયોગ કરી છોડને પૂરો પાડે છે. જેથી આ પાકને નાઈટ્રોજન તત્વની ઓછી જરૂરિયાત રહે છે. પાકની વાવણી કરતા પહેલા પાયાના ખાતર તરીકે એક એકર જમીન માટે 43 -45 કિલો ડીએપી અને 5 કિલો યુરીયા તેમજ સંચાર ખાતર 10 કિલો આપવું. જો જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો એક એકર 6 કિલો સલ્ફર મેક્સ આપવું.
👉ક્ષારીય જમીનમાં સેલીનીટી /સોડીસીટીના પ્રશ્ન હોય ત્યારે જીપ્સમ અથવા સલ્ફર મેક્ષનો ઉપયોગ કરવો.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!