યોજના અને સબસીડીખિસ્સું
મકાન માટે ₹1,20,000 ની સહાય, જાણો કેમ કરવી અરજી !
🏠 ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. યોજનાની ઓનલાઈન અરજી ઇ-સમાજ કલ્યાણના પોર્ટલ થી કરવાની રહેશે.
યોજનાનો હેતુ :
🏠 ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹120000 ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે. સહાય પૈકી પ્રથમ હપ્તો- 40000, બીજો હપ્તો- 60000 અને ત્રીજો હપ્તો- ₹20000 આપવામાં આવે છે.
નિયમો અને શરતો :
➡ લાભાર્થી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
➡ ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
✔ અરજદારનું આધાર કાર્ડ
✔ રાશનકાર્ડ
✔ જાતિ/પેટા જાતિ નો દાખલો
✔ વાર્ષિક આવકનો દાખલો
✔ રહેઠાણનો પુરાવો
✔ જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/ હક્ક પત્રક
✔ રદ ચેક
✔ મકાન બાંધકામ ચિઠ્ઠી
✔ અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
📢 યોજનાના ઑન્લીર્ન ફોર્મ ભરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો 👉🏼 https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=wq9yJJOft1lYsNrpPOIhhQ==
સંદર્ભ : ખિસ્સું,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.