કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈની ગાભમારાની ઇયળ (સ્ટેમ બોરર)નું જીવન ચક્ર
મકાઈના પાકમાં ગાભામારાની ઇયળથી વધારેમાં વધારે નુકસાન થતું હોય છે. આ ઇયળનું આક્રમણ જો મકાઇ વાવ્યા બાદ ૨૦ થી ૩૦ દિવસે થાય તો આખો પાક નિષ્ફળ જતો હોય છે ચાલો આ જીવાતનું જીવનચક્ર જાણિયે. _x000D_ જીવનચક્ર: _x000D_ ઇંડા: ઇંડા સપાટ અંડાકાર અને દુધિયા સફેદ રંગના હોય છે. પ્રારંભિક તબક્કામાં ઇંડા મોતીના રંગમાં સફેદ દેખાય છે અને પછી છેવટે ઘાટા થાય છે. ઇંડા પાનની સપાટીની નીચે સમુહમાં મૂંકાય છે. ઇંડાના જથ્થા ઉપર રેશમજેવું આવરણ હોવાથી પરભક્ષી અને પરજીવી કિટકો સામે સંરક્ષણ મેળવે છે. ઇંડાનો સમયગાળો 4-7 દિવસ છે._x000D_ ઈયળ: ઈયળ ભૂરા રંગ ના માથા સાથે તેનું શરીર પીળો ભૂરા રંગ નું જોવા મળે છે. ઈયળ અવસ્થા લગભગ 29-36 દિવસ સુધી ચાલે છે._x000D_ કોશેટા: કોશેટા નળાકાર આકારવાળા હળવા ભૂરા રંગના હોય છે. કોશેટાનો સમયગાળો 11-12 દિવસ સુધી ચાલે છે. કોશેટા અવસ્થા છોડના થડમાં જ પસાર થાય છે. _x000D_ પુખ્ત: નર ફૂદાં ઘેરા બદામી રંગ ના હોય છે. પુખ્ત જીવાત નું જીવનચક્ર 7-9 દિવસનું હોય છે._x000D_ નુકસાનના ચિન્હો: _x000D_ • આ ઇયળો સાંઠાના પાનની ભુંગળીને કોચીને દાખલ થતી હોવાથી આ પાન ખુલતાં તેના પર સમાંતર કાણાં દેખાય છે. _x000D_ • ત્યારબાદ તે સાંઠાને કોરી ખાય છે જેને પરિણામે વચ્ચેની ડૂંખ (દાંડી) સુકાઇ જાય છે. તેને “ડેડ હાર્ટ” કહેવામાં આવે છે. આ ઇયળો મકાઇના ડોડાને પણ નુકસાન કરી શકે છે. _x000D_ નિયંત્રણ: _x000D_ • મકાઇની વાવણી ૧૫ થી ૩૦ જૂન સુધીમાં કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. તેનાથી વહેલી અથવા મોડી વાવણી કરવાથી તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે._x000D_ • વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૩૦ એફએસ ૮ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ પ્રમાણે બીની માવજત આપવી._x000D_ • પાકના ઉગાવા ૧૦ થી ૧૨ દિવસે લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નુકસાનનું પ્રમાણ ઘટે છે._x000D_ • વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ ટકા અથવા ફોરેટ ૧૦ જી દાણાદાર દવા ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી._x000D_ • મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ અથવા ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ અથવા અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક દવા ૨૦ થી ૨૫ દિવસે છાંટવી._x000D_ • કાર્બોફ્યુરાન ૩ જી અથવા ફોરેટ ૧૦ જી પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરુઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે._x000D_ _x000D_ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
113
4
અન્ય લેખો