AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈના પાકમાં ફોસફરસની ઉણપ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મકાઈના પાકમાં ફોસફરસની ઉણપ
👉મકાઈના પાકમાં ફોસફરસની ઉણપ કારણે છોડનો વિકાસ રૂંધાઈ જાય છે અને કદ નાનું રહે છે, પરંતુ તે સીધા ઊભા રહે છે. આ ઉણપના લક્ષણો માં દાંડી, પાંદડા અને પાંદડાની નીચલી બાજુએ ઘેરા લીલા અને જાંબલી રંગના ડાઘ દેખાતા હોય છે. દાંડી પાતળી અને નબળી થઈ જાય છે, જ્યારે પાંદડા ચામડા જેવા અને કઠોર બની જાય છે. પાંદડા ઘણી વખત બહારની તરફ વળતા હોય છે, અને વધુ નુકસાનથી ક્યારેક પાંદડા ખરવા લાગે છે. 👉ફોસફરસની ઉણપ પાકના વિકાસ અને ઉત્પાદન પર ખરાબ અસર કરે છે, જે છોડના વિકાસને મંથર બનાવે છે અને ફળોનું ઉત્પાદન ઓછું કરે છે. આ ઉણપ દૂર કરવા માટે, ખેડૂતોને એગ્રોસ્ટાર 12:61:00 @ 75 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. એગ્રોસ્ટાર 12:61:00 એ ફોસ્ફેટ આધારિત ખાતર છે, જે છોડને જરૂરી ફોસફરસ પૂરો પાડે છે, અને તેનાં શોષણમાં મદદરૂપ થાય છે, જે છોડને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવે છે. 👉ફોસ્ફરસની યોગ્ય વ્યવસ્થા દ્વારા, મકાઈના પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો થઈ શકે છે, અને ખેડૂતોને વધુ મફત અને સારું ઉત્પાદન મળે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો