AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈના પાકમાં થતી લશ્કરી ઇયળનું નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈના પાકમાં થતી લશ્કરી ઇયળનું નિયંત્રણ
1) ઇયળને પકડવા ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરો. ફેરોમોન ટ્રેપને પાક જેટલી ઊંચાઈએ લગાવવા. 2) ખેતરમાં ટ્રાઇકોગ્રામા પ્રજાતિના ટેલિમોનસ રિમ્યુસ જેવા એન્ડોપેરાસિટીક કીટકોનો 50000 ઇંડા/એકર પ્રમાણે ફેલાવો કરો. ત્યારબાદ 4-5 દિવસ ખેતરમાં કોઈ પણ રાસાયણિક કીટનાશકનો છંટકાવ કરવો નહીં. 3) ઝડપી પરિપક્વ થતી મકાઈની જાતની પસંદગી કરો. 4) સમયસર મકાઈના પાકની વાવણી કરવી કાપણી કરવી.
5) ઉનાળું પાક માટે 2-3 વર્ષમાં એક વાર ઊંડું ખેડાણ કરવું. 6) મકાઈમાં આવતી આ જીવાતના ઉપદ્રવને યોગ્ય જૈવિક કીટનાશકનો ઉપયોગ કરી ઘટાડી શકાય છે. જો જીવાંતના ઉપદ્રવ સમયે પાકમાં બેસિલસ થુરેનજીનેન્સીસ અથવા મેટારિઝિયમ એનિસોપિયા આપવામાં આવે તો તે અસરકારક નિયંત્રણ કરે છે. સ્ત્રોત – એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
206
0