ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મકાઈના પાકમાં ઝીંક પોષક તત્વો નું મહત્વ !!
🌾મકાઈમાં ઝિંકની ઉણપ સૌથી વધુ જોવા મળે છે કારણ કે તેને અન્ય સૂક્ષ્મ પોષકતત્વો કરતાં વધુ ઝીંકની જરૂર પડે છે. મકાઈના પાકમાં સારા વિકાસ માટે ઝીંક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેથી, ઝીંકની ઉણપ મકાઈના પાકની ઉપજમાં ૧૦ થી ૧૫% ઘટાડો કરી શકે છે.
🌾ઘણા ખેડૂતો મકાઈમાં ઝીંક સલ્ફેટનો ઉપયોગ ૧૦ કિલો પ્રતિ એકર મુજબ કરે છે. પરંતુ ખેડૂતો આ ઝીંક સલ્ફેટને અન્ય ફોસ્ફરસ આધારિત રાસાયણિક ખાતરો સાથે ભેળવીને તેનો ઉપયોગ કરે છે. તેથી,આ ઝીંક સલ્ફેટમાં રહેલ ઝીંક જમીનમાં રહેલ ફોસ્ફરસ સાથે મળી ને જમીન માં સ્થિર થાય છે.જેથી ઝીંક તત્વ પાકને મળી શકતું નથી તેથી પાક ખાતર ઉપાડી શકતો નથી .તે તેના માટે સારા ખોવાયેલા છાણીયા ખાતર અથવા લીંબોળી ના ખોળ માં ભેળવી ને પછી જમીન માં આપી શકાઈ જેથી તેની અસરકારક વધારી પાક ની ગુણવતા પણ સારી બનાવી શકાઈ.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.