AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇના પાકમાં નવી જીવાત: પુંછડે ચાર ટપકાંવાળી લશકરી ઇયળ (ફોલ આર્મીવર્મ-સ્પોડોપ્ટેરા ફ્રુજીપર્ડા)
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇના પાકમાં નવી જીવાત: પુંછડે ચાર ટપકાંવાળી લશકરી ઇયળ (ફોલ આર્મીવર્મ-સ્પોડોપ્ટેરા ફ્રુજીપર્ડા)
આ વિદેશી ઇયળ મુખ્યત્વે અમેરિકા અને અન્ય દેશોમાં જોવા છે. તાજેતરમાં આ ઇયળ સૌ પ્રથમ કર્ણાટકા રાજ્યમાં ઓગષ્ટ, ૨૦૧૮માં અને ત્યાર બાદ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ નુકસાન કરતી જોવા મળી છે. હાલમાં આ નવી આવેલ વિદેશી ઇયળ ફક્ત મકાઇના પાકમાં નુકસાન કરતી જણાઇ છે પરંતુ નજીકના ભવિષ્યમાં બીજા ખેતી પાકોને નુકસાન કરી શકે છે. જેથી આ નવી આવેલ ઇયળને ઓળખવી જરુરી છે અને તેનો અટકાવ પણ એટલો જ અગત્યનો છે. આ ઇયળને ઓળખવી ખૂબ જ સરળ છે. આ ઇયળ બદામી ઘાટા રંગની, શરીર ઉપર વાળથી ઘેરાયેલ અસંખ્ય ટપકાં, માથા ઉપર સફેદ રંગનો અંગ્રેજી Y આકારનો ચિન્હ અને ઇયળના પૂછડે છેલ્લાથી આગળના ભાગ ઉપર ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકાં ઉપરથી ઓળખી શકાય છે. વધુમાં નર ફૂદાની પહેલી પાંખની ઉપરની બાજુએ સફેદ રંગનું ધાબુ જોવા મળે છે. ઇયળ અવસ્થા ૧૨ થી ૨૦ દિવસની હોય છે. આ બહુભોજી ઇયળની માદા ફૂદી પાનની નીચે તાતણાંથી ઢંકાયેલા સમુહમાં ઇંડા મૂકે છે. ઇંડામાંથી નીકળતી ઇયળ મકાઇના કૂમળા પાન ઉપર ઘસરકાપાડી પાનનો હરિતકણ ખાય છે. મોટી થતા આ ઇયળો પાન ઉપર અનિયમિયત આકારના કાણાં પાડે છે તેમજ મકાઇના ડોડાની અંદર રહી વિકસતા દાણાને ખાય છે. આ ઇયળની લાકડાના વેર જેવી હઘાર મકાઇની ભૂગળી પાસે જોવા મળે છે. આ ઇયળ ૩૪ થી ૫૦ ટકા જેટલું નુકસાન કરી શકે છે.
સંકલિત નિયંત્રણ: • પાક પુરો થયેથી ખેતરની ઉંડી ખેડ કરવી. • પાકની નવી વાવણી વખતે લીમડાનો ખોળ ૨૫૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે જમીનમાં આપવું. • ખેતરમાં એક લાઇટટ્રેપ અવશ્ય લગાવવું. • મકાઇ પછી મકાઇનો પાક ન લેવો, પાકની ફેરબદલી કરવી. • માદા ફૂદીથી મૂકાયેલ ઇંડાના સમૂહને હાથથી તોડી લઇ નાશ કરવા. • ઇયળની શરુઆત વખતે લીમડા આધારિત દવાઓ ૪૦ મિ.લિ. (૧૫૦૦ પીપીએમ) થી ૧૦ મિ.લિ. ( ૧૦,૦૦૦પીપીએમ) પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસી ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂગળી પલળે તે રીતે કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
212
12