AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇના ડોડાને કોરી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇના ડોડાને કોરી ખાનાર ઇયળ !
👉 આ ઇયળ મકાઇના ડોડામાં કાણું પાડી તેમાં દાખલ થઈ વિકસતા દૂધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. 👉 આ જીવાત ખૂબ જ ઓછી સંખ્યામાં પણ અસાધારણ નુકસાન કરતી હોવાથી ઉપદ્રવ થતાંની સાથે જ પગલાં લેવા જરૂરી છે. 👉 એક વાર ઇયળ ડોડામાં ઉતરી જાય પછી તેનું નિયંત્રણ કરવું અઘરુ બને છે. 👉 આમતો આ ઇયળના નિયંત્રણ માટે કોઇ રાસાયણિક દવાની ભલામણ થયેલ નથી અને ડોડા અવસ્થાએ કોઇ પણ જગુંનાશક દવાઓનો છંટકાવ કરવો હિતાવહ પણ નથી. 👉 ઉપદ્રવની શરુઆતે એનપીવી કે પછી બીટી, જીવાણૂં આધારિત પાવડરનો છંટકાવ કરવો. દર વર્ષે આ ઇયળ નુકસાન કરતી હોય તો ડોડા બેસવાના થાય ત્યારથી જ લીલી ઇયળના ફેરોમોન ટ્રેપ ગોઠવી દેવા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
1