AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇના ડોડવાને નુકસાન કરતી લીલી ઇયળ ને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇના ડોડવાને નુકસાન કરતી લીલી ઇયળ ને અટકાવો !
📍 ખેડૂતોએ મકાઇના લીલા ડોડા વેચવા માટે સ્વીટ કોર્નની ખેતી કરી હશે. 📍 ડોડવા બેસવાના સમયે આ ઇયળ રેશમના તાંતણા તેમજ ડોડામાં વિકસતા દૂધિયા દાણાને ખાઇને નુકસાન કરતી હોવાથી તેવા ડોડા વેચાણ લાયક રહેતા નથી. 📍 ડોડવા લાગવાના સમયે કોઇ પણ રાસાયણિક દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી. આવી દવાઓને બદલે આ ઇયળનું મળતું એનપીવી (વાયરસ આધારિત દવા)નો છંટકાવ કરવો. 📍 વધુમાં જીવાણૂ આધારિત બેસીલસ થુરીન્જીનેસીસ (બીટી પાવડર) ૧૦ ગ્રા અથવા બ્યુવેરિયા બેઝીઆના, ફૂગ આધારિત પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. લીમડા આધારિત મળતી તૈયાર દવા ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ/ ૧ ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ/ ૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
3
1