સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકરવા/ વાકુંબા થી પાક ને બચાવો, ખાસ પદ્ધતિ અપનાવો !
🌿 વાકુંબા/ મકરવા એ સંપૂર્ણ પરોપજીવી છે. 🌿 અગત્યના ખેતી પાકોમાં નુકશાનની દ્રષ્ટિએ પાક ઉત્પાદન ઘટાડનાર તેમજ પાકની ગુણવત્તા ઉપર માઠી અસર પહોંચાડનાર પરોપજીવી નીંદણ છે. 🌿 ખેતી પાકો જેવાકે તમાકુ, ટામેટી, રાઈ, બટાકા, મરચી, રીંગણ વગેરે પાકમાં વાકુંબા વધુ પ્રમાણમાં જોવા મળે છે. 🌿 સૂકા – ગરમ હવામાનમાં વાકુંબાનો ઉપદ્રવ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. 🌿 વાકુંબાએ વાયુ પ્રકારની બીજ દ્વારા પ્રજનન પામતી પરોપજીવી વનસ્પતિ છે. 🌿 એક વાકુંબાનો છોડ બે મહિનાના સમયગાળામાં પાંચ લાખ બીજ ઉત્પન્ન કરે છે. 🌿 બીજમાં બીલકુલ કલોરોફીલ ન હોવાથી તે સંપૂર્ણ પરોપજીવી છે. 🌿 તેનું જીવનચક્ર 3 મહિના જેટલું હોય છે. 🌿 વાકુંબાના બીજનો ફેલાવો પવન પક્ષીઓ તેમજ પશુઓ દ્વારા થાય છે. 🌿 બીજ જમીનમાં ૨–૧૨ વર્ષ સુધી પણ સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. 🌿 વાકુંબા યજમાન છોડ મળે ત્યારે ઉપદ્રવ કરે અને યજમાન છોડના સંપર્કમાં હોય તો જ જીવી શકે છે . કાબુમાં લેવાના ઉપાયો : ❖ તમાકુના પાક સિવાયના સમયે તલ જેવા પીંજર પાકોનું વાવેતર કરવાથી વાકુંબાનો ઉગાવો થાય એટલે તેને ઉપાડી નાશ કરવો જેથી તમાકુ અને અન્ય પાકમાં તેનો ઉપદ્રવ ઘટે છે. ❖ ઉનાળાની ઋતુમાં જમીનમાં ઉંડી ખેડ કરી , જમીન તપવા દેવાથી વાકુંબાનું પ્રમાણ આશરે 30 ટકા જેટલું ઘટાડી શકાય અને વાકુંબાને ફૂલ આવતાં પહેલા ઉપાડીને નાશ કરવો. ❖ ખેતરમાંથી બહાર કાઢેલા વાકુંબાને પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરવો નહિ અને જમીનમાં ઉડે દાટી દેવા અથવા સુકાયા બાદ બાળીને નાશ કરવો. ❖ વાકુંબાગ્રસ્ત ખેતરમાં દર વર્ષે તમાકુનો પાક ન કરતા કપાસ, ડાંગર કે જુવાર જેવા પાકોની ફેર બદલી કરવાથી વાકુંબાનું પ્રમાણ ઘટે છે. ❖ વાકુંબાની ટોચ ઉપર કેરોસીન, ડીઝલ અથવા લીબોંળી, કપાસીયાના તેલના બે –ત્રણ ટીપા મૂકવાથી વાકુંબાનું થોડા ઘણા અંશે નિયંત્રણ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
13
અન્ય લેખો