AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભૂગર્ભ જળ રિચાર્જ થી થતા ફાયદાઓ !
સ્માર્ટ ખેતીAgrostar
ભૂગર્ભ જળ રિચાર્જ થી થતા ફાયદાઓ !
વરસાદી પાણીના માત્ર ૧૦ ટકા જ કુદરતી રીતે ભૂગર્ભ જળમાં ઉમેરાય છે. ચોમાસા દરમિયાન દરેક ખેડૂત જો પોતાનો એક કુવો રિચાર્જ કરે તો આગામી શિયાળુ સિઝનના પાણીની જરૂરિયાતવાળા પાક લઈ શકાય. ફાયદાઓ : 👉 ભૂગર્ભ જળમાં વરસાદના પાણી ઉમેરાતા પાણીની ગુણવત્તા સુધરે છે અને પિયત વિસ્તારની જમીન બગડતી અટકે છે. 👉 ભૂગર્ભ માધ્યમથી કરેલ જળસંગ્રહમાંથી બાષ્પીભવનથી પાણીનો વ્યય થતો નથી. જ્યારે મોટા ડેમો ની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન દ્વારા ખૂબ જ વ્યય થાય છે. 👉 જમીનની સપાટી પરથી રિચાર્જ કરતા જમીનના ઉપરના સ્તરમાંથી ક્ષારો દૂર થતાં જમીનની ગુણવત્તા સુધરે છે. 👉 ભૂગર્ભમાં સંગ્રહ કરેલા પાણીની જૈવિક શુદ્ધતા વધુ હોય છે. 👉 ભૂગર્ભ માધ્યમનું તાપમાન એકસરખું રહે છે. ➡️ વોકળા અથવા નદીઓમાં વહેતો પાણીનો જથ્થો ઓછો થવાથી જમીનનું ધોવાણ અટકે છે અને પુર થવાની શક્યતા ઓછી થઈ શકાય છે. ➡️ મોટા ડેમો તૂટવાથી પૂર થવાની શક્યતાઓ રહે છે જ્યારે કૃત્રિમ રિચાર્જ થી પૂરનો જથ્થો ઘટાડી શકાય છે. ➡️ રિચાર્જ થી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવવાથી દરિયાની ખારાસ આગળ વધતી અટકે છે. ➡️ ભૂગર્ભ જળ ના સ્તર ઊંચા આવવાથી મોટા વૃક્ષો નો વિકાસ થશે અને તે પર્યાવરણને સુધારશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
0