AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા માં શીંગ કોરી ખાનાર અને સફેદમાખીના નિયંત્રણ માટે વાપરો આ દવા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા માં શીંગ કોરી ખાનાર અને સફેદમાખીના નિયંત્રણ માટે વાપરો આ દવા !
👉 જે ખેડૂતોના ભીંડામાં શીંગોની વીણી ચાલુ હોય અને તેમા શીંગ કોરી ખાનાર ઇયળ અને સાથે સાથે સફેદમાખીનો પણ ઉપદ્રવ જણાતો હોય તો આ બન્ને જીવાત સામે અસરકારક હોય તે પ્રમાણે વિવેકબુધ્ધી વાપરી દવાની પસંદગી કરવી. 👉 આ માટે પાયરોપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો. જો ભીંડામાં ૮-૧૦ વિણી પતી ગઇ હોય તો શીંગ કોરી ખાનાર ઇયળની અને સફેદમાખીની સાથે સાથે પાન કથીરીનો ઉપદ્રવ આવી શકે છે. 👉 આવા સંજોગોમાં ફક્ત ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પ્રમાણે કરવાથી આ ત્રણે જીવાત ઉપર કાબૂ મેળવી શકાશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
5
અન્ય લેખો