AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા માં ડૂંખ અને શીંગ કોરી ખાનાર ઈયળ નું જીવન ચક્ર
કીટ જીવન ચક્રતેલંગાણા કૃષિ યુનિવર્સિટી
ભીંડા માં ડૂંખ અને શીંગ કોરી ખાનાર ઈયળ નું જીવન ચક્ર
આ જીવાત ભીંડા ઉપરાંત કપાસના પાકને પણ નુકસાન કરતી હોય છે. જેથી આ પાકની નજીક કપાસ કરવાનું ટાળવું. આ જીવાતની ઇયળ કાબરી-ચિતરી હોવાથી ખેડૂતો તેને કાબરી ઇયળ તરીકે પણ ઓળખતા હોય છે. ચાલો આપણે આ જીવાત વિષે વધુ જાણિએ. નુકસાનના ચિન્હો: પાકનાં વૃધ્ધિકાળ દરમ્યાન આ ઇયળો છોડની ડૂંખો કોરી ખાય છે પરિણામે ડૂંખ ચીમળાઇ જાય છે. ડૂંખની અંદરની બાજુ કાળા તપખીરીયા રંગની થઈ જાય છે. કળી/ફૂલ બેસતાં ઇયળો તેને કોરે છે. શીંગો બેસતાં તેમાં દાખલ થઇ અંદરના દાણા કોરી ખાય છે. શીંગ પર પડેલ કાણું ઇયળની હગારથી બંધ થઈ જાય છે અને શીંગો બેડોળ બની જાય છે. ઓળખ અને જીવન ચક્ર: માદા ફૂદી આશરે ૬૦-૮૦ જેટલા ઇંડા મૂંકે છે અને ઇંડા અવસ્થા ૨-૧૦ દિવસની હોય છે. ઇંડા આકારમાં ગોળ હોય છે અને દુધિયા સફેદ રંગના હોય છે. ઇયળ અવસ્થા ૯-૨૫ દિવસની હોય છે. ઈયળનો રંગ લીલો હોય છે. પરંતુ તેના શરીર ઉપર કાળા ભૂખરા રંગના ડાઘા જોવા મળે છે, જેથી તેને કાબરી ઇયળ તરીકે ઓળખાય છે. ઇયળ રેશમી તાતણા વડે ભૂખરા રંગના કોશેટા અવસ્થા પાન, શીંગ કે ડાળી ઉપર ધારણ કરે છે. કોશેટા હોડી આકારના દેખાય છે. કોશેટા અવસ્થા ૬-૨૫ દિવસની હોય છે. કોશેટામાંથી નીકળતી ફૂંદી આછા રંગની પાખો ધરાવે અને તેના ઉપર એક લીલી રંગનો અંગ્રીજી “V” આકારનો પટ્ટો ધરાવે છે. પુખ્ત કિટક ૫-૭ દિવસ સુધી જેવતું રહે છે. વ્યવસ્થાપન: વાવેતર મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવાથી જીવાતનો પ્રકોપ ઓછો રહે છે. કાબરી ઈયળના નર ફૂદાંની વસ્તી ઘટાડવા વીઘા દીઠ ૧૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા. નુકસાનવાળી ડૂંખ આંગળી વડે દબાવી દેવી અથવા ડૂંખ કાપી તેનો નાશ કરવો. ભીંડાની સમયસર અને નિયમિત વીણીથી શીંગો પર મૂકાયેલા ઈંડાં ખેતરમાંથી દૂર થશે. બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. કાબરી ઈયળ અને લીલી ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લસણની ૫૦૦ ગ્રામ કળીનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા સાયપમેથ્રીન ૨૫ ઇસી ૪ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિલિ અથવા પાયરીડાલીલ ૧૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
તમિળનાડુ કૃષિ યુનિવર્સિટી અને એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ ના સહયોગ થી _x000D_ _x000D_ આપેલ પાક માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
37
1