ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ભીંડા ની શીંગ કોરી ખાનાર કાબરી ઈયળ !
👉 આ ઇયળ છોડની વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન ડૂંખમાં પેશી જઇ છોડના વિકાસને અવરોધે છે.
👉 ફૂલ-શીંગો બેસવાની અવસ્થાએ ફૂલ કે શીંગમાં ઉતરી જઇ અંદરના ગર્ભને નુકસાન કરે છે.
👉 શીંગ પર પડેલ કાણાં ઉપર ઇયળની હઘાર જોવા મળે છે. શીંગોનો આકાર પણ બદલાઇ જતો હોય છે.
👉 આવા થતા નુકસાનને અટકાવવા માટે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 એસજી 6 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 10 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 9.30% + લેમબ્ડા સાયહેલોથ્રિન 4.60 % ઝેડસી દવા 6 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.