ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડા ના પાક માં પાનના ટપકાંની નુકશાન !!
👉ભીંડામાં હાલના વાતાવરણ પ્રમાણે પાનના ટપકાનો પ્રશ્ન વધું જોવા મળે છે જેને સરકોસ્પોરા તરીકે પણ ઓળખવામાં આવે છે.તો જાણીયે તેના નુકશાન અને નિયંત્રણ વિષે.
👉ભીંડામાં ઓલ્ટરનેરીયા અને સરકોસ્પોરા ફુગથી પાનનાં ટપકાંનો રોગ જોવા મળે છે.આ રોગમાં શરૂઆતમાં પાન પર નાના બદામી ટપકાં પડે છે.રોગની ઉગ્રતા વધતા આવા ટપકાં ભેગા થઇ કાળા ધાબા થઈ પાન સુકાઈને ખરી પડે છે.રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે થડ પર પણ ટપકાં જોવા મળે છે.ડાળીઓ સુકાઈ જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
👉જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીયે તો શરૂઆતની અવસ્થામાં મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડાઝીમ ૧૨ % WP) @ ૩૫ ગ્રામ / ૧૫ લીટર અથવા હેક્ઝા (હેક્ઝાકોનાઝોલ ૫ % sc ) @ ૨૦ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.